વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 11 મે દરમ્યાનનો ગુજરાત પ્રવાસ રદ્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 11 મે દરમ્યાનનો ગુજરાત પ્રવાસ રદ્દ

ગીર સોમનાથ તા.06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 11મેનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. 

આગામી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સોમનાથ સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે અચાનક આ પ્રવાસ રદ્દ થવાના સમાચાર સામે આવ્યા છે. પ્રવાસ રદ્દ થવા અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. 

આ પ્રવાસ દરમ્યાન રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવાના હતા, જેને હવે મુલતવી રાખવામાં આવી શકે છે.