અફઘાન બગરામ એરબેઝને લઈને ફરી ડોનાલ્ડ ટ્રમ્પ અને તાલીબાન આમને સામને.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર કબજો જમાવવા પ્રયત્નો કરી રહ્યા છે તેમજ આ વિષે તેઓએ તાલીબાનને ખુલ્લેઆમ ધમકી પણ આપી છે કે ‘ જો અફઘાનિસ્તાન બગરામ એર બેઝ અમેરિકાને પરત કરવામાં નહી આવે તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે.’ જેનાથી તાલીબાન અમેરિકા વચ્ચે વિખવાદ ઉભો થયો છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ ટ્રમ્પની આ ધમકી પર દોહા કરારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ કરાર મુજબ અમેરિકા અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા, રાજકીય સ્વતંત્રતા તેમજ આંતરિક મામલાઓમાં ક્યારેય હસ્તક્ષેપ કે બળપ્રયોગ પણ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે 1950ના દાયકામાં સોવિયત સંઘ દ્વારા બનાવાયેલુ બગરામ એરબેઝ અફઘાનિસ્તાનનું સૌથી મોટું અને ચાવીરૂપ એરપોર્ટ છે. જેના દ્વારા અમેરિકા અફઘાનિસ્તાનમાં ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે.


