આગામી લગ્નસરાની સીઝનમાં દેશભરમાં રૂા.૭ લાખ કરોડનું ટર્નઓવર થશે

આગામી લગ્નસરાની સીઝનમાં દેશભરમાં રૂા.૭ લાખ કરોડનું ટર્નઓવર થશે

(એજન્સી) નવી દિલ્હી તા.૧૫: 
ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ (મ્ેંફસ્) એ વર્તમાન તહેવારોની મોસમ અને નવેમ્બરમાં શરૂ થનારી લગ્નની મોસમ દરમિયાન રૂા.૭ લાખ કરોડથી વધુના ટર્નઓવરનો અંદાજ લગાવ્યો છે. મ્ેંફસ્ ના રાષ્ટ્રીય પ્રમુખ બાબુ લાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમથી દેશભરના બજારોમાં તેજી આવી છે, અને વિવિધ ક્ષેત્રો રૂા.૭.૫૮ લાખ કરોડના વ્યવસાયનું સર્જન કરે તેવી અપેક્ષા છે. મંડળે મંગળવારે રાષ્ટ્રવ્યાપી બજાર સર્વેક્ષણના આધારે એક અહેવાલ બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગ્રાહકોની ભાવનામાં વધારો, સ્થાનિક ઉત્પાદનોમાં રસ વધવો અને ય્જી્માં ઘટાડાથી છૂટક અને જથ્થાબંધ વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેમણે કહ્યું કે સ્થાનિક ઉત્પાદકોની માંગ સારી જોવા મળી રહી છે, ખાસ કરીને નાના ટાયર ૈંૈં અને ૈંૈંૈં શહેરોમાં. મોસમી ધામિર્ક વિધિઓને કારણે માટીના દીવા અને મૂતિર્ઓ જેવી પરંપરાગત અને હાથથી બનાવેલી વસ્તુઓની માંગ પણ વધી છે. તેમણે કહ્યું, ગ્રામીણ બજારોમાં સારું વેચાણ થઈ રહ્યું છે, જે કાપણી પછીની આવક અને લગ્ન સંબંધિત ખર્ચને કારણે વધ્યું છે.