ઈરાન મારી હત્યા કરવા માંગે છે  હીટલીસ્ટમાં હું ટોપ ઉપર છું : ટ્રમ્પ

ઈરાન મારી હત્યા કરવા માંગે છે  હીટલીસ્ટમાં હું ટોપ ઉપર છું : ટ્રમ્પ

(એજન્સી)      વોશિંગ્ટન તા.૦૯:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમો પહેલાથી જ સૈન્ય તાકાતથી ઈરાન સામે જીતી ચુકયા છીએ. તુર્કીમાં નાટો દેશની બેઠકમાંથી પરત ફરતા એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હવે ઈરાન પાસે બહું ઓછો સમય છે.
તેઓએ થોડા સમય પુર્વે જ ફોન કર્યો હતો અને તેણે સમજુતી કરવા ખૂબજ ખરાબ રીતે વિનંતી કરે છે પણ તેઓ ડીલ કરવા લાયક છે કે કેમ તે મને સમજાતુ નથી.
જો તમો સમજુતી કરવા માંગતા હોય તો શા માટે વ્યાપારી જહાજ પર હુમલા કર્યા છે.
તેઓ થોડા પાગલ- થોડા કાબુ બહાર છે. ટ્રમ્પે દાવો કર્યો કે હમણા જ ઈરાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. તેઓ એક હુમલો કરશે તો અમો ૧૦-૨૦ હુમલા કરશું ટ્રમ્પે એ પણ જણાવ્યું કે ઈરાન મને મારવા ઈચ્છે છે. તેઓની યાદીમાં હું નંબર વન પર છું.