ઉનામાં એસઓજીનાં નામે વેપારીનું અપહરણ અને લૂંટ કર્યાનો સનસનીખેજ બનાવ

વેપારીની ફરીયાદનાં આધારે ઉના પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતીમાન

ઉનામાં એસઓજીનાં નામે વેપારીનું અપહરણ અને લૂંટ કર્યાનો સનસનીખેજ બનાવ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૯
ઉનાનાં એક વેપારીને એસઓજીનાં નામે અપહરણ કરી અને લૂંટ કરી ગયાનો બનાવ બનવા પામતા ભારે ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઉનાનાં નફીશભાઈ સુલેમાનભાઈ સુમરા (ઉ.વ. ૪૧) ધંધો વેપારવાળાએ ઉના પોલીસ સ્ટેશનનાં પીઆઈને આપેલી લેખીત ફરીયાદમાં જણાવેલ છે કે ગઈકાલે તેઓ રાત્રીનાં ૯.૦૦ થી ૯.૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાને હિસાબ કરી રહયા હતા એ દરમ્યાન નંબર પ્લેટ વગરની સ્વીફટ કાર આવી હતી અને તેમાંથી બે માણસો નીચે ઉતરી અને દુકાનમાં ઘુસી ગયા હતાં. અને પોતાની ગાડીમાં બેસાડી દીધેલ અને કહેલ કે અમે એસઓજીમાંથી આવીએ છીએ. અને તારી ઉપર કેસ છે તેમ કહેતા અરજદાર ગભરાઈ ગયેલ અને તેનાં ખિસ્સામાંથી તેમજ રોકડ રૂા. ૧૧પ૦૦ લઈ લીધા હતાં. તેમજ એસઓજીનાં નામે વેપારી પાસેથી રૂા. ૧૦ લાખ માંગવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉનાથી વેપારીને આ શખ્સો ઉઠાવી ગયા હતાં અને ગીરગઢડા પુલ સુધી લઈ જઈ ત્યાં પીછો કરી રહેલા લોકોએ સ્વીફટને રોકાવતા વેપારીને છોડી અને આ શખ્સો નાશી છુટયા હતાં. વેપારીની ફરીયાદનાં આધારે પોલીેસે સીસી ટીવી ફુટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.