ઉના તાલુકાનાં પાતાપુર ગામે શિકારની શોધમાં બે સિંહણો ગામમાં આવી પહોંચતા ભયનો માહોલ
ઉના તા. ૧
ઉના તાલુકાનાં પાતાપુર ગામે શિકારની શોધમાં વહેલી સવારનાં ગામમાં બે સિંહણો આવી ચડતા ભયનો માહોલ પ્રસરી ગયો છે. સરપંચનાં ફાર્મ પાસે પશુ પર આ સિંહણે હુમલાનો પ્રયાસ કર્યો છે પરંતુ પશુઓએ સામે જાેરદાર પ્રતિકાર કરી અને સિંહણને ભગાડી દીધી છે. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા એક વર્ષથી પાતાપુર ગામ આસપાસ સિંહોની અવર જવર રહે છે.


