એપલે તેનો સૌપ્રથમ ફોલ્ડેબલ આઈફોન ડયુઓ લોન્ચ કર્યો : પ્રારંભીક કિંમત રૂા.૩ લાખ

એપલે તેનો સૌપ્રથમ ફોલ્ડેબલ આઈફોન ડયુઓ લોન્ચ કર્યો : પ્રારંભીક કિંમત રૂા.૩ લાખ

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૦
એપલે ગત રાત્રે ‘સરપ્રાઈઝ એન્ડ શાઈન‘ લોન્ચ ઈવેન્ટમાં તેના પહેલાં ફોલ્ડેબલ ફોન આઈફોન ડ્યુઓ સાથે ૬ ડિવાઈસ લોન્ચ કર્યા. આઈફોન ડ્યુઓમાં ૫.૪-ઈંચનો કવર ડિસ્પ્લે અને અંદર ૭.૬-ઈંચની મેઈન સ્ક્રીન છે, જે અત્યાર સુધીના કોઈપણ આઈફોનનો સૌથી મોટો ડિસ્પ્લે છે.
સાથે જ એપલે આ વખતે આઈફોન ૧૮ સિરીઝમાં ફક્ત પ્રીમિયમ મોડલ ૧૮ પ્રો અને ૧૮ પ્રો મેક્સ લોન્ચ કર્યા છે. તેમાં સૌથી ખાસ મેઈન કેમેરા છે, જેમાં પ્રોફેશનલ DSLR કેમેરાવાળી ટેકનોલોજી આપવામાં આવી છે.
આઈફોન ડ્યુઓ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. તેની શરૂઆતની કિંમત ૩ લાખ રૂપિયા છે, જે ટોપ મોડલમાં ૪.૫૦ લાખ સુધી જાય છે. ભારતમાં તેનું બુકિંગ ૧૬ ઓક્ટોબર અને વેચાણ ૨૩ ઓક્ટોબરથી શરૂ થશે.