ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરાયું

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૪
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ઓખાના ડીવાયએસપી કેતન પારેખ અને મરીન કમાન્ડોઝ દ્વારા સોમવારે જુદા જુદા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓખા મંડળના ખોડિયાર મંદિર, નેવી જેટી, મીની ડાલ્ડા, રિસોર્ટ વિસ્તાર, બેટ દ્વારકા, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગાયત્રી મંદિર, ઓખામઢી, ઉપરાંત ખંભાળિયા તાલુકાના વાડીનાર, સલાયા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમ ઓખા મરીન સેક્ટરના લીડર અને ડીવાયએસપી કે.પી. પારેખની યાદીમાં જણાવાયું છે.