કચ્છના રાપરમાં પરોઢીયે ૪.૪નો તીવ્ર ભૂકંપ

કચ્છના રાપરમાં પરોઢીયે ૪.૪નો તીવ્ર ભૂકંપ

બ્યુરો)              રાપર, તા.૨૬
કચ્છના રાપરમાં આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ૪.૪ની તીવ્રતાનો ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. આ બાદ પણ ૯ વાગ્યે ૨.૫ની તીવ્રતા સહિત નાના-મોટા આઠ જેટલા આંચકા આવ્યાના અહેવાલ પણ છે.  રાપરના ૪.૪ના ભૂકંપનું કેન્દ્ર બિંદુ રર કિ.મી. દુર ગેડી ગામ નજીક ૧૦ કિ.મી.ની ઉંડાઇએ નોંધાયુ હતું. જયારે બીજો આંચકો ૧૧ કિ.મી. દુર નોંધાયો હતો. જોકે કોઇ નુકસાની થઇ નથી. કચ્છની ધરતી આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના શક્તિશાળી આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આજે પરોઢિયે ૪:૩૦ વાગ્યે આવેલા ૪.૪ની તીવ્રતાના ભૂકંપે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને જગાડી દીધા હતા અને ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું.