ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામની સીમમાં અન્ય પાક વચ્ચે વાવેલ ગાંજાના છોડ ૬૨૧ ગ્રામનું વાવેતર પકડી પાડતી જીલ્લાની એસઓજી પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તાા.ર૯
જૂનાગઢ રેન્જ ના ડી. આઇ. જી. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજાની સૂચનાથી ગીરગઢડાના પોલીસ ઇન્સ્પેકટર કે. ડી. ચાવડા, એસ.ઓ.જી. બ્રાન્ચના ઈનચાર્જ પીઆઈ. આર. આર. રાયજાદા, પી. એસ. આઇ. એસ. જે. સોલંકી, એ. એસ. આઇ. સરમણભાઇ ભોપાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નદીમ શેર મહમદ વગેરે સ્ટાફને માહિતી મળી હતી કે હરમડીયા ગામની સીમમાં માદક પદાર્થ ગાંજાેનું વાવેતર થયું છે તેથી હરમડીયા ગામની સીમમાં આવેલ રાજ ટીંબા સીમ વિસ્તારમાં આવેલ. ખેડૂત ધીરૂભાઈ રૂખડ ભાઈ મકવાણા ઉ. વ. ૬૭ રે. હરમડીયા તા. ગીરગઢડા વાળાએ તેમના કબ્જા ભોગવટા વાળા ખેતરમાં અન્ય પાકની આડમાં NDPS માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજા (મારી જુઆન/ હશીશ) વાવેતર કરેલ હોય. રેડ પાડતા ખેતરમાં વાવેલ લીલા ગાંજાેના છોડ મળી આવ્યા હતા જેનું વજન કરતા ૬૨૧ ગ્રામ જેની બજાર કિંમત રૂપિયા ૩૧૦૫૦/ એક મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦૦/મળી કુલ રૂપિયા ૩૬૦૫૦/ના મુદામાલ સાથે પકડી ગીરગઢડા પોલીસ સ્ટેશન લાવી તેમની સામે NDPS એક્ટ કલમ ૮(C),૨૦(૨),(A) મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને તેમણે ગાંજાે નું વાવેતર કેટલા સમયથી કરતો હતો કોને કોને વેચતો હતો. ઊના અને ગીર ગઢડા પંથક જાણે નશીલા પદાર્થ ગાંજાના વાવેતરનું એ.પી. સેન્ટર બની ગયું છે. ગીરગઢડા તાલુકા ગીરગઢડા, દ્રોણ તેમજ ઊના તાલુકાના ગામો અત્યાર સુધીમાં ઘણા ગાંજાેનું વાવેતર પકડી પાડ્યું હતું.


