છત્તીસગઢમાં PM મોદી-શાહની સ્ટ્રેટેજીના ચોથા દિવસે મોટું એનકાઉન્ટર 12 નક્સલીઓ ઠાર

છત્તીસગઢમાં PM મોદી-શાહની સ્ટ્રેટેજીના ચોથા દિવસે મોટું એનકાઉન્ટર 12 નક્સલીઓ ઠાર

છત્તીસગઢમાં બોર્ડર પર જવાનોએ 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. જ્યારે એન્કાઉન્ટરમાં DRGના 3 જવાન શહીદ થયા છે અને 2 ઘાયલ થયા છે.
બસ્તરના IG સુંદરરાજ પી.એ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બીજાપુર DRGના જવાન હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, રમેશ સોડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડે શહીદ થયા હતા. હજુ ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં જવાનોની ટીમ સતત સર્ચ કરી રહી છે.
આ બાબતે વધુ માહિતી આપતા SP જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે CRPF, DRG, COBRA અને STFની સંયુક્ત ટીમ બુધવારે સવારે 9 વાગ્યાથી બીજાપુર-દંતેવાડા બોર્ડરના વેસ્ટ બસ્તર ડિવિઝન વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતી. જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા.
4 દિવસ પહેલા છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને NSA ડોભાલ સહિત અનેક હસ્તીઓ DGP કોન્ફરન્સમાં સામેલ થઈ હતી. મીટિંગમાં નક્સલવાદને ખતમ કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે તેના પરિણામો દેખાઈ રહ્યા છે. જોકે, શાહે નક્સલવાદને ખતમ કરવા માટે 31 માર્ચ 2026ની ડેડલાઇન પહેલેથી જ નક્કી કરી દીધી છે.
મળતી માહિતી મુજબ જવાનોએ એન્કાઉન્ટર સ્થળેથી SLR રાઇફલ, 303 રાઇફલ અને ગોળા-બારૂદ પણ જપ્ત કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સ્થળ પર શોધખોળ ચાલુ છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.