જૂનાગઢમાં કાલભૈરવ જયંતિની ભકિતભાવ પૂર્વક ઉજવણી

ભુતનાથ ફાટક પાસે આવેલા કાલભૈરવ દાદાનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢમાં કાલભૈરવ જયંતિની ભકિતભાવ પૂર્વક ઉજવણી

જૂનાગઢ તા. ૧ર
જૂનાઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે શ્રી કાલભૈરવ જયંતિની ભાવભેર અને ભકિતભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ભુતનાથ ફાટક પાસે આવેલા કાલભૈરવ દાદાનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. શ્રી કાલભૈરવ દાદાની જયંતિનાં પાવનકારી પર્વ પ્રસંગે કારતક વદ-૮ને બુધવાર આજ તા. ૧ર-૧૧-રપ સવારે ૯ કલાકથી હવન યોજવામાં આવી રહેલ છે. તેમજ આજે સાંજે ૪ કલાકે બીડુ હોમવામાં આવશે. સાંજે પાંચ કલાકે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તેમજ રાત્રે ૯ કલાકે મહાપ્રસાદીનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાલભૈરવ દાદાની જયંતિ પ્રસંગે આજે રાત્રીનાં ૧ર કલાકે મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. કાલભૈરવ દાદા મંદિરનાં મહંત પૂ. કાન્તીગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આ કાર્યક્રમનો લાભ ધર્મપ્રેમી જનતાને લેવા સામાજીક અગ્રણી કુશલભાઈ પારેખે ભાવિકોને અનુરોધ કરેલ છે.