જામનગર સ્વામીનારાયણ ગુરુકુળના સપોર્ટ ટીચરનું વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન.

જામનગર સ્વામીનારાયણ ગુરુકુળના સપોર્ટ ટીચરનું વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન.
SHREESWAMINARAYNGURUKULJAMANAGR.ORG

જામનગર ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ પોતાના નિયમો અને વિદ્યાર્થીઓ સાથેના અભદ્ર વર્તનને કારણે સતત વિવાદોમાં રહે છે ત્યારે આ સંસ્થામાં ફરી એક વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તણુક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ શાળાના સ્પોર્ટસ ટીચરે એક વિદ્યાર્થીને માથામાં તેલ ન નાખ્યું હોય તેને ઠપકો આપીને સમજાવવાને બદલે બ્લેડ વડે તેના માથાના વાળ એક બાજુથી ખરાબ રીતે કાપી નાખ્યા હતા. પોતાના પુત્રની આ હાલત જોઇને પિતાએ જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીને સ્પોર્ટસ ટીચર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાથી શાળામાં અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થીઓના વાલીઓમાં પોતાના બાળકની સુરક્ષા અને ભવિષ્ય અંગે ચિંતા અને રોષ ફેલાયો છે.