જાેર કા ઝટકા જાેર સે લગા... અદાણીએ સીએનજીના ભાવમાં રૂા.ર.૪૦નો વધારો ઝીંકયો
(બ્યુરો) અમદાવાદ, તા.૫
દિવાળીના તહેવારોમાં મોંઘવારીમાં રાહતને બદલે એક પછી એક ચીજ-વસ્તુઓમાં ભાવ વધારાનો ડામ અપાતો હોય તેમ વધુ એક વખત સીએનજી મોંઘો થયો છે. ખાનગી ક્ષેત્રની કંપની અદાણીએ સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો રૂા.૨.૩૦ નો વધારો ઝીંકયો છે. આ સાથે ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે અને પેટ્રોલની નજીક આવી ગયો છે. જયારે ડિઝલ કરતા સીએનજી મોંઘો બન્યો છે. અદાણીનો સીએનજીનો ભાવ પ્રતિકિલો રૂા.૧૦૦.૭૭ થયો છે.


