તહેવારોની સીઝનમાં મોંઘવારી બેફામ : આવશ્યક ચીજ-વસ્તુઓ, સુકા મેવા, મસાલા, કઠોળના ભાવમાં અસહ્ય વધારો

તહેવારોની સીઝનમાં મોંઘવારી બેફામ : આવશ્યક ચીજ-વસ્તુઓ, સુકા મેવા, મસાલા, કઠોળના ભાવમાં અસહ્ય વધારો

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૯ : 
તહેવારની સીઝનમાં આ વખતે ખરીદી કરવી તમામ દ્રષ્ટિકોણથી મોંઘી પડશે. પૂજા-પાઠના સામાનથી લઈને ખાણી-પીણીની વસ્તુથી દરેક કોમડિટીમાં નોંધપાત્ર ભાવ વધારો જાેવા મળ્યો છે.
ખાદ્ય તેલમાં ભાવ વધારો થયા બાદ હવે રસોઈ સાથે જાેડાયેલી વસ્તુએ એક કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે. હવે મસાલા અને કઠોળના ભાવમાં વધારો થયો છે. તે સાથે દિવાળી જેવા તહેવાર નિમિત્તે ખાવામાં આવતા સુકામેવાના ભાવમાં પણ વધારો થયો છે.
બજાર નિષ્ણાંતો જણાવે છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ખાણી-પીણીની દરેક વસ્તુના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ કંપનીઓએ ડીલર્સને ત્યાં તહેવારની ઓફર્સ શરૂ થાય એ પહેલા જ પોતાના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી દીધો છે.
આ સ્થિતિમાં હવે ડિસ્કાઉન્ટ પર વસ્તુ લેવામાં પણ વધારે કિંમત ખર્ચવી પડશે. કરિયાણા માર્કેટમાં ખાંડની કિંમતમાં પ્લસ માઈનસ થતા મુશ્કેલીમાં વધારો થયો છે. સુકામેવાના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, અખરોટના ભાવમાં તીવ્ર વધારો થયો છે.