દેશમાં છેલ્લા ૧૦ વર્ષમાં એનજીઓની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ નોંધાયેલી સક્રિય બિન-સરકારી સંસ્થાઓની સંખ્યા છેલ્લા એક દાયકામાં ઘટીને અડધી થઈ ગઈ છે. જોકે વિદેશથી મળતા ફંડિગમાં વધારો થયો છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ધામિર્ક સંસ્થાઓને મળેલા કુલ રૂ. ૧,૮૪૧ કરોડમાંથી લગભગ પોણા ભાગનું ફંડ ખ્રિસ્તી સંસ્થાઓને મળ્યું છે.
દેશમાં બિન-સરકારી સંસ્થાઓ અને વિદેશી ફંડિગ પર સરકારની કડક દેખરેખનો પ્રસ્તાવ મુકનારા વિવાદાસ્પદ FCRA સુધારા વિધેયકની સમીક્ષા કરવા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC)ની પ્રથમ બેઠકમાં આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.


