પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી માછીમારનું મૃત્યુ
(એજન્સી) કરાંચી તા.૧૯:
ગુજરાત અને પાકિસ્તાનને જમીનની સાથે દરિયાઈ સરહદ પણ છે અને આ સરહદના કોઈ લીટા નથી તાણેલા આથી ક્યારે કોઈ નાગરિક દેશની સરહદ વટીને પરદેશની સરહદમાં પહોંચી જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. આ સમસ્યાનો સૌથી મોટો કોઈ ભોગ બન્યા હોય અને બની રહ્યા હોય તો તે છે માછીમારો. ભારતીય અનેક માછીમારો આજે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની જેલમાં કેદ એક ગુજરાતી માછીમારનું ગત તા.૧૬ જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા છે. ગુજરાત-પાકિસ્તાનની દરિયાઇ સરહદમાં માછીમારી માટે ગયેલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અનેક માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનની જેલમાં સબડતા ભારતીય માછીમારોની મુક્તિ માટેની સતત વધતી માંગ વચ્ચે એક પાકિસ્તાનની મલીર જેલમાં કેદ એક ગુજરાતી માછીમારનું ૧૬ જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું છે.


