પૂ.દાતારબાપુની જગ્યા ખાતે ગઈકાલે દીપમાલાનો કાર્યક્રમ યોજાયો : આજે મહાપર્વ ઉર્ષની ઉજવણી
જૂનાગઢ તા.પ
ઉપલા દાતાર ખાતે આવેલ કોમી એકતાનાં પ્રતિક સમા પૂ.દાતારબાપુની જગ્યા ખાતે દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તા.ર સપ્ટેમ્બરથી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંગળવારે પૂ.દાતારબાપુનાં અલભ્ય આભુષણોની ચંદનવિધી (સંદલ વિધી) કરવામાં આવી હતી. જયારે ગત બુધવારે ૩ સપ્ટેમ્બરનાં રોજ આરામનો દિવસ રહયો હતો. જયારે ૪ સપ્ટેમ્બર એટલે કે ગઈકાલે ભવ્ય મહેંદી અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીપમાળા કાર્યક્રમમાં ઉપલા દાતારની જગ્યાને હજારો દીવાઓથી ઝળહળતો બનાવવામાં આવ્યો હતો. આ ભવ્ય દીપમાળા દ્વારા આખું સ્થળ રોશનીથી ઝગમગી ઉઠયું હતું. ભાવિકો માટે એક અનોખો અને દિવ્ય અનુભવ રહયો હતો.
જયારે આજે પૂ.દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. પૂ.દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષની ઉજવણીમાં હજારો શ્રધ્ધાળુઓ, સેવકો સહભાગી બન્યા છે અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે. આજે દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
ગાદીપતી પૂ.ભીમબાપુ ગુરૂ પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ

સેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


