પોરબંદર એલસીબીની મોટી કાર્યવાહી : ચૌટા ચેક પોસ્ટેથી ઈન્ડિકા કારમાં  છુપાવી લવાતો રૂા.૭૬.૪૯૫ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

પોરબંદર એલસીબીની મોટી કાર્યવાહી : ચૌટા ચેક પોસ્ટેથી ઈન્ડિકા કારમાં  છુપાવી લવાતો રૂા.૭૬.૪૯૫ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૪
પોરબંદર જિલ્લા એલ.સી.બી.એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌટા ચેક પોસ્ટ ખાતે મોટી કાર્યવાહી હાથ ધરી ઈન્ડિકા કારમાંથી ચોરખાનામાં છુપાવી લવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂા.૨,૭૪,૪૯૫ના મુદ્દામાલ સાથે કાર સાથે ચાલકની ધરપકડ કરી અને કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ ઉદયભાઈ વરૂ અને હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને મળેલ ખાનગી હકીકત માહિતી મળેલ કે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે રોડ ચૌટા ચેક પોસ્ટ પરથી એક ઈન્ડિકા કારમાં ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી પસાર થવાનો છે જે હકીકત આધારે વોચ ગોઠવી તપાસ હાથ ધરતા રાજકોટ- પોરબંદર નેશનલ હાઇવે રોડ ચૌટા ચેક પોસ્ટ  ખાતેથી પસાર થતી એક ઈન્ડિકા કારની તલાસી લેતા આરોપી માલદેરણમલભાઇ ઓડેદરા(ઉ.વ.૫૨) રહે.ખાપટ નવાપરા મારૂતી ઓઇલ મીલ પાસે પોરબંદરવાળાને તેના કબ્જા હવાલાવાળી સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડીકા કારમાં ગે.કા. વગર પાસ પરમીટે ઇન્ડીકા કારમાં ચોર ખાનામાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટીકની કંપની શીલપેક નાની-મોટી બોટલો નંગ-૧૦૦ કી.રૂા. ૪૬,૪૯૫ તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ આશરે ર લીટરની બીસ્લેરી કંપનીની પ્લાસ્ટીકની બોટલો નંગ-૩૦ દારૂ લી.૬૦ કી.રૂા. ૩૦,૦૦૦ મળી કુલ રૂા.૭૬,૪૯૫/- મળી કુલ કિ.રૂા.૨,૭૬,૪૯૫/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.