બરડા ડુંગરના દીપડાવાળી જર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડો

દેશી દારૂ  બનાવવાનો આથો લીટર ૮૦૦, દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂા.૨૩,૨૫૦નો મુદામાલ કબ્જે : બુટલેગર ફરાર

બરડા ડુંગરના દીપડાવાળી જર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીનો દરોડો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ), તા.રર
પોરબંદર એલ સી બી એ રાણાવવ  પોલીસ સ્ટેશન વિસ્તારના બરડા ડુંગર દીપડાવાળી જર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦  તેમજ દારૂ બનાવવા અને તેના ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂા.૨૩,૨૫૦/- નો મુદામાલ  ઝડપી પાડ્યો છે જેકે બુટલર ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. ડીજીપી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૮/૦૮/૨૦૨૬ થી ૨૧/૦૮/૨૦૨૬ સુધી ખાસ સ્પેશિયલ પ્રોહીબીશનની દ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્રારા પોરબંદર જીલ્લામાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અને વધુમા વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના કરેલ જેના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. પોલીસ ઇન્સ્પેકટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ આઈ ઉદયભાઈ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હિમાંશુ ભાઈ વાલાભાઈ મક્કા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલ હકીકત આધારે બરડા ડુંગર દીપડાવાળી જરમાં ૧ કિલો મીટર દૂર રાણના ઝાડ નીચે આરોપી રાજુ નાગાભાઈ ઉલવા રહે. આદિત્યણા ગામ બાયપાસ રોડ નવાપરા તા. રાણાવાવ જીલ્લો પોરબંદર વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ તથા આઠની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટિકના બેરલ નંગ ૪ કી. રૂા.૧૬૦૦, તથા ખાલી પતરાના ૨૦૦ લીટરના બોઈલર બેરલ નંગ ૨ કી.૮૦૦ તથા ખાલી પતરાના ૨૦૦ લીટરના ફિલ્ટર બેરલ નંગ ૨ કી. રૂા.૮૦૦ તથા પતરાના ૧૫-૧૫ લીટરના ખાલી ડબ્બા નંગ ૧૦ કી. રૂા.૫૦ મળી કુલ રૂા.૨૩,૨૫૦નો મુદ્દામાલ મળી આવતા હાજરની મળી આવેલ આરોપી રાજુ નાગાભાઈ ઉલવા વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫એફ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.