બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, તા.ર
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના ગ્રંથાલય વિભાગ દ્વારા આજ તારીખ ૦૨/૧૦/૨૦૨૬ના રોજ રાષ્ટ્રપિતા પૂજનીય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોમાં મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શો અંગે જાગૃતિ કેળવવાનો તેમજ વાંચન પ્રત્યે રસ વધારવાનો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર, સાહિત્ય, સ્વાતંત્ર્ય આંદોલનમાં તેમના યોગદાન, તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને ઉજાગર કરતાં વિવિધ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવશે. ગાંધીજીના વિચારો અને જીવનમૂલ્યોને સમજવા માટે આ પુસ્તક પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ આચાર્યએ ગ્રંથપાલ એ.સી.વાઘેલા તથા સમગ્ર ગ્રંથાલય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા “વાંચન એ જ્ઞાન તરફ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે” એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. તેમ આચાર્ય, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


