ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતીન નબીન આજે ઉમેદવારી નોંધાવશે : બીનહરીફ થવાની શકયતા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતીન નબીન આજે ઉમેદવારી નોંધાવશે : બીનહરીફ થવાની શકયતા

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૯
ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે નિશ્ચિત છે. આજે તેઓ પાર્ટીના ૧૨મા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે બપોરે ૨ થી ૪ વાગ્યાની વચ્ચે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ઉમેદવારી પત્ર ભરશે.
ત્યારબાદ ૪ વાગ્યાથી ૫ વાગ્યા સુધી આ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. સાંજે ૫ વાગ્યાથી ૬ વાગ્યા સુધી નામ પાછા ખેંચવાનો સમય રહેશે. જો ફક્ત એક જ ઉમેદવારી પત્ર યોગ્ય જણાશે, તો ચૂંટણી અધિકારી તેમને 
બિનહરીફ અધ્યક્ષ જાહેર કરશે. જો બે ફોર્મ આવશે તો ૨૦ તારીખે મતદાન થશે.