ભારતમાં પ્રતિવર્ષ બે લાખ લોકોની કીડની ફેલ થઈ જાય છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧:
ક્રોનિક કિડની રોગ (ઝ્રદ્ભડ્ઢ) સમગ્ર વિશ્વમાં અને ભારતીય વસ્તીમાં ચિંતાજનક દરે ફેલાઈ રહ્યો છે, જે એક કટોકટી તરીકે ઉભરી રહ્યો છે. અગાઉ વૃદ્ધો અથવા શ્રીમંતો સુધી મર્યાદિત હોવા છતાં, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા જીવનશૈલીના રોગો પણ કીડનીની બીમારી માટેનું એક કારણ આપી રહ્યા છે. આ રોગ અંગે ડૉ. બલ્લાલે ઓળખેલા જોખમો અને ચેતવણી સંકેતોને સમજવું દરેક માટે મહત્વપૂર્ણ છે. નેફ્રોલોજીસ્ટ ડૉ. બલ્લાલે એજન્સીને જણાવ્યું હતું કે, દર વર્ષે, ભારતમાં આશરે ૨,૦૦,૦૦૦ લોકો ગંભીર કિડની નિષ્ફળતાનો ભોગ બને છે.જ્યારે ૧૦ ગણા વધુ લોકો કિડની રોગથી પીડાય છે. જોકે, ચિંતાજનક બાબત એ છે કે આ દર્દીઓમાંથી માત્ર ૨૫ ટકા દર્દીઓ સારવાર મેળવે છે.


