ભારતમાં 5.4 કરોડ યુવાનો માનસીક બિમારીઓનો ભોગ

ભારતમાં 5.4 કરોડ યુવાનો માનસીક બિમારીઓનો ભોગ

(એજન્સી)  નવી દિલ્હી,તા.07: 
યુવાનોમાં માનસિક બીમારીઓ ઝડપથી વધી રહી છે. ભારતમાં લગભગ 5.4 કરોડ યુવાનો અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં 2.8 કરોડથી વધુ યુવાનો કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે જો આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે, તો તે આગામી વર્ષોમાં માત્ર યુવાનોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ શિક્ષણ, રોજગાર અને દેશના અર્થતંત્રને પણ ગંભીર અસર કરશે.
ઈેં-એશિયન યુવા માનસિક સ્વાસ્થ્ય પરિષદના તાજેતરના અહેવાલ મુજબ, 1990 થી 2021 સુધીમાં દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં યુવાનોમાં માનસિક બીમારીના કેસોમાં 44 ટકાનો વધારો થયો છે. 15 થી 34 વર્ષની વયના 28 મિલિયનથી વધુ યુવાનો માનસિક વિકૃતિઓ સાથે જીવી રહ્યા છે. આ પ્રદેશમાં માનસિક બીમારીના કુલ કેસોના આશરે 36 ટકા છે. અહેવાલ મુજબ, ભારતમાં 15 થી 24 વર્ષની વયના આશરે 5.4 કરોડ યુવાનો કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પ્રભાવિત છે. નિષ્ણાતો કહે છે કે આ ઉંમરે માનસિક બીમારીનો અભ્યાસ, નોકરીઓ, સંબંધો અને ભવિષ્યના ર્નિણયો પર સૌથી વધુ પ્રભાવ પડે છે. અહેવાલ મુજબ, 1990 પછી સૌથી ઝડપી વધારો 25-34 વર્ષની વય જૂથમાં થયો છે, એટલે કે નોકરી, પરિવાર અને કારકિર્દીની જવાબદારીઓ ધરાવતા લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.