મોંઘવારી બેફામ : ભાજપના શાસનની વરવી વાસ્તવીકતા આવશ્યક ચીજ વસ્તુઓમાં કમ્મરતોડ ભાવ વધારો
(એજન્સી) નવી દિલ્હી તા.૨૨
વિકસીત ભારતનું સપનુ જોતા ભાજપના શાસનમાં વરવી વાસ્તવિકતાએ છે કે રોજબરોજની વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થતા આયોજનનું જીવવું દુષ્કર થઈ ગયું છે. પરિવારો માટે મોંઘવારી કોઈ આર્થિક આંકડાના રૂપમાં ટકામાં નથી આવતી. બલકે શાકભાજીના સ્ટોલ પર જોવા મળે છે.
કરિયાણાની દુકાનમાં જોવા મળે છે. કારના શો રૂમમાં વધેલા બિલમાં અનુભવાય છે. મોંઘવારી ઘરના દરેક ખૂણામાં પહોંચી ગઈ છે. બિસ્કીટ, ટુથપેસ્ટ, હેરઓઈલ ખરીદવા જાઓ તો બની શકે કે તેની કિંમત વધી ગઈ હોય.
તેનું કારણ ઈરાન સંકટના કારણે કાચુ તેલ, કાચો માલ, પેકેજીંગ ખર્ચ, માલ પરિવહન વગેરે હોઈ શકે છે. પરિસ્થિતિ એ છે કે શાકભાજી ખરીદતી વખતે મફતમાં મળતી કોથમીરના ભાવ પણ ૨૨૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. ખાંડ, ચોખા, તેલ, આદુ, લસણ સહિત રોજબરોજના વપરાશની વસ્તુઓના ભાવે રસોઈનું બજેટ બગાડી નાખ્યું છે. દુધ, ખાંડ, શાકભાજી, અનાજ, રાંધણ ગેસ, ટુથ પેસ્ટ, શેમ્પુ, સાબુ, ટૂ-વ્હીલર, ફોર વ્હીલર, તમામે તમામ ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો થયો છે. જેને કારણે સામાન્ય લોકોનું બજેટ ખાસ તો ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


