માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર - જાેષીપુરા ખાતે ‘આનંદદાયી શનિવાર’ અંતર્ગત મેક અપ સ્પર્ધા યોજાઇ

માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર - જાેષીપુરા ખાતે ‘આનંદદાયી શનિવાર’ અંતર્ગત મેક અપ સ્પર્ધા યોજાઇ

જૂનાગઢ, તા.૧૧
આનંદદાયી શનિવાર (Joyful Saturday)એ નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકાર દ્વારા હાથ ધરાયેલ એક શાળાકીય પહેલ છે. તે શનિવારનાં આનંદદાયક સત્રનાં માધ્યમથી પ્રવૃતિ આધારિત કેળવણી, જીવન કૌશલ્યો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ પાઠ્યપુસ્તકનાં ભારણમાં ઘટાડો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આનંદદાયક શનિવારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક દિનચર્યાનાં ભારેખમ બોજમાંથી મુક્તિ આપીને કલા, હસ્તકલા, સામૂહિક રમતો, સર્જનાત્મક્તા અને વ્યવહારૂ કૌશલ્યોને કેળવવાની તક પૂરી પાડે છે. ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે તા.૦૮-૦૮-૨૦૨૬ને ‘આનંદદાયક શનિવાર’નાં રોજ મેક અપ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાની (૧૮) વિદ્યાર્થિનીઓએ કોસ્મેટિક કૌશલ્યો, મૌલિકતા, સર્જનાત્મક્તા અને સમયપાલનનું અદ્દભુત પ્રદર્શન કર્યું હતું. શાળાનાં આચાર્યા જયશ્રીબેન રંગોલિયાનાં માર્ગદર્શન તેમજ શાળાનાં શિક્ષકો પ્રકૃતિબેન શર્મા, કાન્તાબેન ઉસદડ અને કંકુબેન ચાવડાનાં વડપણ હેઠળ યોજાએલ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને પુરસ્કાર અર્પીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળામાં આવી પ્રવૃત્તિનાં આયોજન બદલ સંસ્થાનાં ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જાેઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી સહિતનાં ટ્રસ્ટીઓ, વહીવટી અધિકારી કે.પી. ગજેરા, શિક્ષણ નિયામક જી.બી. છોડવડીયા સહિતના વિદ્યાગુરૂઓ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.