મનપાનાં કમિશ્નર પ્રબોધ જાેષીએ ચાર્જ છોડયો : આજ-કાલમાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા ચાર્જ સંભાળશે

મનપાનાં કમિશ્નર પ્રબોધ જાેષીએ ચાર્જ છોડયો : આજ-કાલમાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા ચાર્જ સંભાળશે

જૂનાગઢ તા. પ
જૂનાગઢ મનપાનાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા આજ-કાલમાં પોતાના હોદાનો ચાર્જ સંભાળે તેમ જાણવા મળે છે.
જૂનાગઢ મનપાનાં કમિશ્નર પ્રબોધ જાેષીની તાજેતરમાં ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી. અને ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટીનાં ડાયરેકટર આઈ.આર. વાળા જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી હતી. દરમ્યાન  કોમનવેલ્થ ગેમ્સનો કાર્યક્રમ વિદેશમાં આયોજીત થયો હોય તેમાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા ઉપસ્થિત રહયા હતાં અને જયાં સુધી આ કાર્યક્રમ સંપન્ન ન થાય ત્યાં સુધી તેઓ મનપાનાં કમિશ્નર તરીકે હાજર થઈ શકે તેમ ન હોય તેથી મનપાનાં કમિશ્નર તરીકે પ્રબોદ જાેષીની કામગીરી ચાલુ રહી હતી. આ દરમ્યાન તાજેતરમાં જ પ્રબોધ જાેષીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. અને ગઈકાલે તેઓએ જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકેનો ચાર્જ છોડયો હતો.
દરમ્યાન જૂનાગઢ મનપાનાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા આજ-કાલમાં મનપાનો ચાર્જ સંભાળે તેમ જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ શહેરનાં લોકોની રસ્તા સહીતની અનેક સમસ્યાઓ રહેલી છે. ચોમાસનાં દિવસોમાં રસ્તાની હાલત ખુબ જ ખરાબ થયેલી છે. તેમજ લાઈટ, પાણી, ભુગર્ભ ગટર સહીતનાં પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો પણ તાત્કાલીક ઉકેલવાની જરૂર છે ત્યારે શહેરનો સર્વાંગી વિકાસ થાય તેમજ સરકારશ્રી દ્વારા વિકાસ કામો માટે જે કાંઈ નાણાંની ફાળવણી થતી હોય તેનો અસરકારક વપરાશ થાય તેમજ લોકોની પ્રાથમિક સુવિધાઓની ફરીયાદોનો નિવેડો આવે તે કામગીરી વહેલી તકે કરવાની જરૂર છે. ત્યારે જૂનાગઢ મનપાનાં નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા પાસે લોકોની અનેક અપેક્ષાઓ રહેલી છે. જૂનાગઢ મનપાની વર્તમાન સ્થિતિ તેમજ કામ કરવાની પધ્ધતિ ઉપરાંત વિકાસ કામો લોક ફરીયાદોનો નિકાલ જેવા અનેક પડકારોનો સામનો નવનિયુકત કમિશ્નરને કરવો પડશે અને તેઓ સારી કામગીરી બજાવી શકે તેવી અપેક્ષા નગરજનો રાખી રહયા છે.