મારી ઈચ્છા ઈરાનના તેલ પર કબ્જાે કરવાની છે : ટ્રમ્પ

મારી ઈચ્છા ઈરાનના તેલ પર કબ્જાે કરવાની છે : ટ્રમ્પ

(એજન્સી)        વોશિંગ્ટન તા.૩૦
ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, ‘સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લેવું છે. તેના પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે.‘ તેમણે આગળ કહ્યું, ‘અમેરિકામાં કેટલાક લોકો કહે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છો?‘ પણ તેઓ મૂર્ખ છે.‘
તેમણે ખાર્ગ ટાપુનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘કદાચ આપણે ખાર્ગ ટાપુ લઈ લઈએ, કદાચ નહીં.‘ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ ટાપુ પર ઈરાનનું સંરક્ષણ બહુ મજબૂત નથી અને અમેરિકા તેને સરળતાથી પોતાના કબજામાં લઈ શકે છે.
બીજી તરફ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે તેમણે ચેતવણી આપી કે જો તેહરાને અમેરિકાનો પ્રસ્તાવ ન માન્યો, તો તેમની પાસે દેશ જ નહીં બચે.