લેહ હિંસા : વાંગચુકની પત્નીએ સુપ્રિમ કોર્ટમાં હેબીયસ કોર્પ્સ દાખલ કરી

લેહ હિંસા : વાંગચુકની પત્નીએ સુપ્રિમ કોર્ટમાં હેબીયસ કોર્પ્સ દાખલ કરી

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૩
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. એંગ્મોએ તેમના પતિની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે વાંગચુકની તાત્કાલિક મુક્તિ માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.
ડૉ. એંગ્મોએ ૨ ઓક્ટોબરના રોજ ભારતીય બંધારણની કલમ ૩૨ હેઠળ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પતિની ધરપકડ ગેરકાયદેસર છે.
વાંગચુક હાલમાં જોધપુર જેલમાં છે, ૨૪ સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસા ભડકાવવાના આરોપસર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (દ્ગજીછ) હેઠળ ૨૬ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હિંસામાં ચાર લોકો માર્યા ગયા હતા.