૧૫ જાન્યુઆરી - ભારતીય સેના દિવસ

૧૫ જાન્યુઆરી - ભારતીય સેના દિવસ
x.com

૧૫ જાન્યુઆરીનાં દિવસે દર વર્ષ ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનાં ઈતિહાસ વિષે દરેક ભારતીય પરિચિત હોવા જોઈએ. આજનો દિવસ ૧૯૪૯,  જ્યારે ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. જેમણે છેલ્લા બ્રિટિશ કમાન્ડર, જનરલ એફ.આર. બુચર પાસેથી પદભાર સંભાળ્યો હતો. જે સ્વતંત્રતા પછીના સશસ્ત્ર દળો પર ભારતના સંપૂર્ણ નિયંત્રણનું પ્રતીક છે. પરેડ અને લશ્કરી પ્રદર્શનો દ્વારા સૈનિકોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરે છે. ફિલ્ડ માર્શલ કરિયપ્પા  કહે છે, "સૈનિક એ સેના છે. કોઈ પણ સેના તેના સૈનિકોથી શ્રેષ્ઠ નથી. સૈનિક પણ એક નાગરિક છે. હકીકતમાં, નાગરિકત્વની સર્વોચ્ચ ફરજ અને વિશેષાધિકાર એ છે કે પોતાના દેશ માટે શસ્ત્રો ઉપાડવા." વર્ષ ૨૦૨૬નાં ભારતીય સેના દિવસની થીમ છે, “નેટર્વકિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ”. ભારતીય સેનાએ ડિજિટલ એકીકરણ, રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ અને ડેટા-આધારિત ર્નિણય લેવાની ક્ષમતા વધારવા માટે ૨૦૨૬ ને નેટર્વકિંગ અને ડેટા સેન્ટ્રિસિટીના વર્ષ તરીકે જાહેર કર્યું. ઉપરાંત વર્ષ ૨૦૨૫ નાં ભારતીય સેના દિવસની થીમ “સમર્થ ભારત, સક્ષમ સેના” રહી હતી. જેનો અર્થ સક્ષમ ભારત , સશક્ત સેના થાય છે. સંરક્ષણ ક્ષમતાઓને મજબુત બનાવવા, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ભવિષ્ય માટે આધુનિક ચપળ અને ટેકનોલોજી સક્ષમ દળ પ્રાપ્ત કરવા પર રાષ્ટ્રના ધ્યાનને પ્રકાશિત કરે છે. દેશના જવાનોનું શૌર્ય, બલિદાન, સમર્પણ, ત્યાગ અને સેવા અસીમિત અને અમર્યાદિત છે. તેઓની શૌર્યગાથાને શબ્દોના સીમાડા બાંધી જ ન શકે. આમ તો દેશના જવાનો વિષે અનેકો પુસ્તકો, આર્ટીકલ, કહાનીઓ લખાયા છે. ઉપરાંત અત્યારના અતિ આધુનિક સમયના વિવિધ ઉપકરણો માં એક જ ક્લિક થકી બધી જ માહિતી સેકન્ડમાં મળી જાય છે ત્યારે એક વિશેષ આપણા દેશના જવાનનાં અનુભવોનો સાર કહેવાની સુવર્ણ તક મળી છે. દેશના સ્પેશિયલ ફોર્સના નિવૃત્ત જવાન યોગેન્દ્ર સિંહ ચુડાસમાની કહાની તેઓની જુબાની નાં વિષય અંતર્ગત વાતચીતના થોડા અંશો પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે તો જીવનમાં એડવેન્ચરનો અનુભવ કરવા માટે પહાડો પર અને અન્ય સ્થાનો પર જઈએ છે. જયારે આજે દેશના એક એક વીર જવાનના જીવનની કહાની સાંભળીએ ત્યારે વાસ્તવિકતાથી અવગત થઈએ છીએ. તેઓનું જીવન તો એડવેન્ચરનું પર્યાય બની રહ્યું હોય છે. રૂવાડાં ઉભા કરી દેતા તેઓના જીવનના કિસ્સાઓ જયારે સાંભળ્યા ત્યારે ખબર પડી કે આપણા જીવનમાં આવનાર સમસ્યાઓ અને પરિસ્થિતિઓ તો કીડી સમાન છે. વીર જવાન યોગેન્દ્ર સિંહ ચુડાસમા સાથે વાતચીત દરમિયાન જયારે પૂછ્યું કે સામાન્ય રીતે બધા માટે પરિવાર હંમેશા પ્રથમ પ્રાથમિકતા રહે છે. પરંતુ એક સોલ્જર દ્વારા કહેવામાં આવેલા શબ્દો દેશના દરેક વ્યક્તિને ગદ્દગદ્દ કરી મુકે તેવા છે. તેઓ કહે છે કે “જયારે અમે દેશ સેવામાં હોય ત્યારે અમારા માટે દેશ જ સર્વસ્વ છે. પ્રથમ સ્થાને દેશ છે.” માત્ર ૧૬ વર્ષ ની આયુ માં જ દેશ સેવાનું સપનું સેવ્યું અને તે માટે જ અથાક મહેનત કરી.એક પ્રશ્ન એવો કર્યો કે તમારા જીવનની ગવાર્ન્વિત કરતી ક્ષણ હોય તો કહેશો. ત્યારે વીર જવાન કહે છે કે સ્પેશિયલ ફોર્સ માં જોડાવું તેઓના જીવનની યાદગાર ક્ષણોમાંની એક છે. તેઓએ દેશની સુરક્ષા અને સલામતી માટેના અનેકો મિશનમાં નેતૃત્વ કર્યું હતું. જે શૌય અને સાહસની ગાથાઓ અવર્ણનીય છે. દેશ સેવા ઉપરાંત સામાજિક, આર્થિક, પારિવારિક એવી એનેકો જવાબદારીઓ હોય છે છતા પણ દેશ સેવામાં અવિરત તત્પર એ એક જવાન જ કરી શકે. તેઓના જીવનનો નજદીક થી અભ્યાસ કરવાની તક મળી ત્યારે અનુભવ થયો કે સામાન્ય નાગરિક અને એક જવાનના જીવનનો તફાવત આકાશ જેટલો અમાપ છે. ખાસ એક અનુભૂતિ તો અવશ્ય કરી છે કે તેઓના જીવનની સરખામણીમાં આપનું જીવન કેટલું સહજ અને સરળ છે. વીર જવાન યોગેન્દ્ર સિંહ ચુડાસમા એ ખુબ સરસ વાત કહી જે તેઓના જીવનનો મંત્ર રહ્યો હતો, “જંગલ મૈ પેડ તો હૈ બહોત પર ચંદન જૈસા નહી, નોકરિયા તો હૈ બહોત પર ફૌજ જૈસા નહિ.” સોલ્જરનાં જીવનમાં એક સમય એવો પણ આવેલ કે ૧૧ મહિના સુધી રજા મળી ના હોય દેશ સેવામાં રહેવું પડે તેમ હતું. ત્યારે આટલા લાંબા સમય પછી પરિવારને મળવાનું થયું. ખરેખર આવા વીર જવાનોમાં સહનશક્તિનો ભંડાર સમાયેલો હોય છે. વતન માટે પરિવાર, પ્રેમ, સુખદ અને દુ:ખદ પસંગો અને એવું તો કેટલું બધું ન્યોછાવર કરવું એ દેશનો એક જવાન જ કરી શકે. એક અમર જવાનનાં શબ્દો નો ઉલ્લેખ અચૂક કરવો જોઈએ. કે જેઓએ આખા દેશને હિંમત, સાહસ અને બલિદાનનો પરિચય કરાવ્યો હતો. “Either I will come back after hoisting the Tricolro, ro I will come back wrapped in it. But I’ll be back fro sure.” – Captain Vikram Batra (Param Vir Chakra) એટેલે જ આપણા શુરવીર માટે દિલમાંથી એવા ઉદગાર અવશ્ય અવાજ આપે કે, “તમે છો તો જ અમે છે.” વીર જવાનના જીવનના પ્રસંગો, દેશ સેવા દરમિયાનના કિસ્સાઓનું વર્ણન કરવા માટે શબ્દો સીમિત બની જાય છે. આપણા જીવનમાં આવનાર સામાન્ય પરિસ્થિતિ પણ આપણને વિચલિત કરી મુકે છે. જયારે આ વીર જવાનોને તો દેશની સુરક્ષા અને સલામતી માટે આવનાર અણધારી આફતો અને દુશ્મનો સાથે લડવાનું હોય છે.  વીર જવાન પાસે અનુભવોનો એટલો ખજાનો છે કે એક આખું પુસ્તક લખી શકાય તેમ છે. આધુનીક ટેકનોલોજીના યુગમાં દેશની સુરક્ષા માટે સતત સતર્ક રહેવું, દેશની રક્ષા કરવી એ ચેલેન્જીંગ ટાસ્ક છે. અપણા દેશના વીર રક્ષક આવા અનેકો ચેલેન્જ પાર પાડવા માટે સક્ષમ છે. દેશ સેવામાં સંપૂર્ણ સમર્પણ અને સર્વસ્વ ન્યોછાવર કરવું એ એક જવાન જ કરી શકે. દેશનો દરેક પરિવાર કે જેનાં પિતા, પુત્ર, પતિ, ભાઈ દેશની સેવામાં સમપિર્ત છે એવા દરેક દેશવાસીઓને કોટી કોટી નમન છે વંદન છે. આવા આપણા દેશના શૌર્ય પુત્રો માટે હૃદયના ઉદગાર વ્યક્ત કરતી પંક્તિઓ લખી છે,

શૌર્ય, સાહસ હિંમતની મિસાલ છો તમે,
દેશની આન, બાન, શાન અને જાન છો તમે,
હિન્દના શુરવીર, પરાક્રમી, વિકમી યોદ્ધા છો તમે,
હિમાલય સમ અચલ, અડોલ, અડગ છો તમે,
પૂર્વોત્તરની સુંદર સીમાડાના રક્ષક છો તમે,
દક્ષિણનાં ઘૂંઘવાતા સાગરના સંરક્ષક છો તમે,
ઉત્તરની પ્રકૃત્તિરૂપી સ્વર્ગને સાચવનાર છો તમે,
પશ્ચિમના શત્રુઓથી રક્ષણ કરનાર છો તમે,
ત્યાગ, તપસ્યા અને સહનશક્તિના ભંડાર છો તમે,
સર્વસ્વ સમર્પણ દેશને ન્યોછાવર કરનાર છો તમે,
કદમમાં પદમ દુઆ અને વતનના ઉપકાર છો તમે. 
દેશના કરોડો દિલોમાં વસનાર છો તમે,
- પ્રો. ડો. તૃપ્તિ છાંટબાર