એશિયા કપના ઈતિહાસમાં પ્રથમવાર ભારત-પાક વચ્ચે ફાઈનલ રમાશે

એશિયા કપના ઈતિહાસમાં પ્રથમવાર ભારત-પાક વચ્ચે ફાઈનલ રમાશે

(એજન્સી)           દુબઈ તા.ર૬
એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. આ મેચ ૨૮ સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગુરુવારે બાંગ્લાદેશ પર ૧૧ રનથી જીત મેળવીને પાકિસ્તાને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ૧૩૬ રનના ટાર્ગેટને ચેઝ કરતા બાંગ્લાદેશ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૪ રન જ બનાવી શક્યું.