જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કયારે કરાશે?

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કયારે કરાશે?

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કયારે કરવામાં આવશે ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ચોમાસા પુર્વે  કરવાની થતી કામગીરી અંગે મનપા તંત્ર દ્વારા હજુ કોઈ માર્ગરેખા જાહેર કરવામાં આવી નથી. ચોમાસાનાં આગમન પુર્વે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંભવિત ભારે વરસાદ, વાવાઝોડુ જેવી કુદરતી આફતો સામે ઓછું નુકશાન થાય તેમજ લોકોને ઓછી અગવડતા પડે તે માટે પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેથી ભારે વરસાદનાં સમયે સંભવિત અકસ્માતનાં બનાવો બનતા અટકાવી શકાય છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં રસ્તા ઉપર લટકતા હોર્ડીંગ્ઝસ, રોડ ઉપર આવતા વૃક્ષો, ડાળીઓ જરૂર પડે ઉતારી લેવી તેમજ ભારે પુરની સ્થિતી સર્જાય તો પાણીના પ્રવાહને અવરોધરૂપ ન બને તે માટે ખાસ કરીને વોકળાની સફાઈ કરવી અત્યંત જરૂરી છે.
ચોમાસા પુર્વેની કામગીરી એ સલામતી માટે સાવચેતીનાં પગલારૂપ છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી તત્કાલ કરવામાં આવે અને તે પણ આયોજનબધ્ધ તેવી માંગણી ઉઠવા પામી છે.