જૂનાગઢમાં રેગિંગ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

જૂનાગઢમાં રેગિંગ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

જૂનાગઢ, તા.૧
વિદ્યાર્થીઓમાં રેગિંગના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા તથા સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવા હેતુસર વેટેરીનરી કોલેજ, કામધેનુ યુનિવર્સીટી જુનાગઢમાં રેગિંગ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા તથા રેગિંગ વિરોધી જાગૃતિ લાવવા માટે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. બંને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોસ્ટર સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ રેગિંગ વિરોધી મજબૂત સંદેશાઓ રજૂ કરી સમાજમાં સંવેદનશીલતા, પરસ્પર સન્માન અને એકતાનું મહત્વ દર્શાવ્યું હતું. ક્વિઝ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગ સંબંધિત નિયમો, કાયદાકીય જાેગવાઈઓ અને તેના ગંભીર પરિણામોની માહિતી મળી હતી.
કાર્યક્રમમાં સંસ્થાનામાનનીય પ્રિન્સિપાલ ડો. એમ. આર. ગડરીયાઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં સંસ્થાનીરેગિંગ પ્રત્યે શૂન્ય સહનશીલતા નીતિવિશે માહિતી આપી અને તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત તથા સકારાત્મક કેમ્પસ વાતાવરણ જાળવવા અપીલ કરી હતી.તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા અને ખાતરી આપી કે સંસ્થા વહીવટીતંત્ર વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી માટે હંમેશા ઉપસ્તિત છે. આ ઉપરાંતવરિષ્ઠ ફેકલ્ટી સભ્ય ડો. આર. એસ. જાેશીદ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે રેગિંગના માનસિક, સામાજિક અને કાનૂની પરિણામો વિશે વિગતવાર સમજ આપી હતી. કોલેજના નોડલ ઓફિસર એન્ટી રેગીંગ ડો. એ.આર. બારીયાએ વિદ્યાર્થીઓને રેગીંગ વિરોધી નિયમો અને નિયમો વિશે સંબોધન કર્યું હતું અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કાયદાકીય પરિણામો પણ સમજાવ્યા હતા. કાર્યક્રમ અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ અને પ્રભાવશાળી રહ્યો અને વિદ્યાર્થીઓમાં “રેગિંગ નહીં”નો મજબૂત સંદેશ પ્રસરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.