ભારત કો જાનો જાહેર પ્રશ્નમંચમાં જૂનાગઢની વિદ્યાર્થીનીઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પોરબંદર ખાતે આયોજિત ભારત કો જાનો જાહેર પ્રશ્નમંચ-૨૦૨૬માં સૌરાષ્ટ્રની ભારત વિકાસ પરિષદની કુલ ૨૧ શાખાઓના તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢની સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ વાળા કિર્તીબેન હનુભાઈ અને વૈષ્ણવ મહેકબેન અજયભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિથી ભારત વિકાસ પરિષદ, જૂનાગઢ શાખા તથા સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલયનું ગૌરવ વધ્યું છે. વિદ્યાર્થીનીઓની આ સફળતા બદલ શાળાના આચાર્ય જોસનાબેન દુધાત્રા તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા કરવામાં આવતા આયોજનબદ્ધ શૈક્ષણિક, જ્ઞાનવર્ધક અને વ્યક્તિત્વ વિકાસના પ્રયાસોની સંસ્થાના પ્રમુખશ્રી રામભાઈ વાળા દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ સફળતા વિદ્યાર્થીનીઓની મહેનત, જ્ઞાન અને આત્મવિશ્વાસનું ઉત્તમ પરિણામ છે.


