વડાપ્રધાન મોદીના શાસન કાળના 12 વર્ષ પૂર્ણ : નહેરૂનો રેકોર્ડ તોડયો

વડાપ્રધાન મોદીના શાસન કાળના 12 વર્ષ પૂર્ણ : નહેરૂનો રેકોર્ડ તોડયો

(એજન્સી)       નવી દિલ્હી,તા.9:
પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન તરીકે નેહરુનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા છે. તેમણે એનડીએના ત્રીજા કાર્યકાળ દરમિયાન 9 જૂન, 2024ના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને આજે સત્તામાં 12 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદીએ 26 મે, 2014ના રોજ પહેલી વાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને આજે, 9 જૂન, 2026ના રોજ, તેમનો કાર્યકાળ 4,398 દિવસ પૂર્ણ થયો છે. તેઓ હવે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બની ગયા છે. NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ 10 જૂને તેમની શક્તિ અને એકતા દર્શાવવા માટે મળશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDP વડા એન. ચંદ્રબાબુ નાયડુ ઠરાવ રજૂ કરશે. અન્ય સાથી પક્ષોના નેતાઓ ઠરાવને સમર્થન આપશે. ઠરાવમાં વડા પ્રધાન તરીકે છેલ્લા બાર વર્ષની સિદ્ધિઓની રૂપરેખા રજૂ કરવામાં આવશે.