શનિવારે શ્રીકષ્ટભંજનદેવ દાદાનેદિવ્ય વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્યશણગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧ર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૧૨-૦૯-૨૦૨૬ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, સ્વર્ણ આભૂષણો શણગાર કરાયો અને ગર્ભગૃહને લાલ તથા ગુલાબી ગુલાબના ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો અનેક ભક્તોએલાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


