ભારતને સુખોઈ-પ૭ યુધ્ધ વિમાન આપવાનો રશિયાનો પ્રસ્તાવ
નવી દિલ્હી તા.૧૨:
આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિકસ સંમેલન પુર્વે ભારત અને રશિયા વચ્ચે જબરા સંરક્ષણ સોદાને આખરી સ્વરૂપ અપાયુ છે. આજે દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બપોરે દ્વીપક્ષી મંત્રણા યોજાશે.
તે પુર્વે ઓપરેશન સિંદુરમાં મહત્વની એરડિફેન્સ સીસ્ટમ સાબીત થયેલી રશિયાની એસ-૪૦૦ એર ડિફેન્સ સીસ્ટમની વધુ પાંચ સ્કવોડ્રન ભારતને મળશે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે હવે રશિયન બનાવટના સુખોઈ-૫૭ ફીફથ જનરેશન ફાઈટર પ્લેન ખરીદવા પર ર્નિણય લેવાશે.
જેમાં રશિયા પાસેથી પ્રોડકટ ૧૭૭૫ એન્જીન (ફાઈટર જેટ માટે) ખરીદવાનો પ્રસ્તાવ છે.
સુખોઈ-૫૭એ ખુબ જ શક્તિશાળી લડાયક વિમાન છે તથા સુપર સોનિક ક્ષમતા ધરાવે છે. આમ બન્ને દેશો વચ્ચે હજારો કરોડના સંરક્ષણ સોદા થશે.


