એક સપ્તાહ દરમ્યાન વરસાદ થયો તો ઠીક નહીંતર જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દુષ્કાળના ડાકલા   વાગશે પીવાનું પાણી, સિંચાઈ, ઘાસચારાનું ગંભીર સંકટ સર્જાશે 

સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની સ્થિતી તળીયાઝાટક : બોર અને તળાવોમાં પાણીનાં તળ નીચા ગયા 

એક સપ્તાહ દરમ્યાન વરસાદ થયો તો ઠીક નહીંતર જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દુષ્કાળના ડાકલા   વાગશે પીવાનું પાણી, સિંચાઈ, ઘાસચારાનું ગંભીર સંકટ સર્જાશે 

જૂનાગઢ તા.૧૨
જૂનાગઢ જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરના વિવિધ જીલ્લાઓમાં અપુરતા વરસાદના કારણે દુષ્કાળના વરવા ઓછાયા ઉતરી રહયા છે અને જે તે જીલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની બુલંદ માંગણી વ્યકત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં પાણીની સંગ્રહ સ્થિતીમાં ખુબ જ ઘટાડો થયેલો જાેવા મળે છે અને મોટાભાગના ડેમો તળીયા ઝાટક હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. બીજી તરફ ખેતરોમાં પાક લહેરાઈ રહયો છે. જગતનો તાત ખેતીના પાકને મુરજાતો બચાવવા માટે જેમ તેમ હાલ પાણી પાઈ છે પરંતુ વરસાદની હાલ તાતી જરૂરીયાત છે તેવા સંજાેગોમાં જાે વરસાદ એક સપ્તાહ દરમ્યાન પડી જાય તો મોલાતોને જીવતદાન મળી શકે તેમ છે અને ખેડૂતો મોટી નુકશાનીમાંથી ઉગરી જાય તેમ છે. વરસાદ ખેંચાવાના કારણે અભૂતપુર્વ કટોકટી સર્જાવાના નિર્દેશો મળી રહયા છે.  જૂન માસમાં વરસાદ સાવ કોરૂ ધાકોડ રહયા બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં દે ધના ધન વરસાદ જૂનાગઢ જીલ્લામાં તેમજ અન્ય સર્વત્ર વરસ્યો હતો. જૂનાગઢ જીલ્લામાં સરેરાશ વરસાદ કરતા ૩પ ટકા ઘટ રહેવા પામી છે. જૂનાગઢ જીલ્લાના જળાશયોની વાત કરીએ તો ૧૭ પૈકી મોટા ભાગના જળાશયોની સ્થિતી હાલ ખાલીખમ છે અને પાણીનો થોડોક જથ્થો જ સંગ્રહાયેલો છે. 
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા હસનાપુર ડેમ, વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ વગેરેમાં પણ પાણીની સ્થિતી ખુબ જ ખરાબ છે અને ઓછો જથ્થો રહેલો છે જયારે જૂનાગઢ શહેરના સંખ્યાબંધ વિસ્તારોને પાણી માટે સીધો સંબંધ છે તેવા નરસિંહ મહેતા સરોવર ખાલી ખમ છે જેને લઈને થોડા સમયમાં જ ઓજી વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓને તેમજ નરસિંહ સરોવર નજીકની સોસાયટીઓમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવા નિર્દેશો મળે છે. આ વર્ષે અપુરતા વરસાદના સંજાેગોમાં એકલા જૂનાગઢ જ જીલ્લા જ નહી પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લામાં પરિસ્થિતી ખુબ જ ખરાબ છે અને વિવિધ જીલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત લોકોની પીવાના પાણીની મુશ્કેલી ટાળવા તેમજ ખેડૂતોને પાક ઉગારવા માટે સૌની યોજનાનું પાણી વહેલી તકે આપવા તેમજ જળાશયોને વહેલી તકે ભરવા માંગણી ઉઠવા પામી છે.