અનંત અંબાણીની ઈમોશ્નલ સ્પીચ વખતે મુકેશ અંબાણી રડી પડયા

અનંત અંબાણીની ઈમોશ્નલ સ્પીચ વખતે મુકેશ અંબાણી રડી પડયા

મુંબઈ તા.ર૮
જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં આઈપીઓ લિસ્ટિંગ સેરેમની અંબાણી પરિવાર માટે માત્ર એક મોટી બિઝનેસ સિદ્ધિ જ નહીં, પરંતુ ભાવનાઓનો એક અનોખો સંગમ બની રહી હતી. આ ઐતિહાસિક અવસર પર અનંત અંબાણીએ આપેલા હૃદયસ્પર્શી સંબોધણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં તેમણે વ્યવસાયને પૂજા અને આરાધના સાથે સરખાવ્યો હતો. અનંતે જિયોની આ સફળતાનો પૂરો શ્રેય દેશવાસીઓના અખૂટ વિશ્વાસને આપતાં કહ્યું કે, એક્સચેન્જની ઘંટડી તેમના માટે મંદિરની ઘંટડી સમાન છે અને જિયોને દેશની જનતા સાથે વહેંચવું એ ‘પ્રસાદ‘ વહેંચવા જેવું પવિત્ર કામ છે. પિતા મુકેશ અંબાણીના ભારતને આગળ વધારવાના સપનાનો ઉલ્લેખ કરતી વખતે અનંતના આ શબ્દો સાંભળીને મુકેશ અંબાણી પોતે પણ ભાવુક થઈ ગયા હતા, જે આ સમગ્ર સેરેમનીની સૌથી ચચિર્ત ક્ષણ બની ગઈ હતી. અંતમાં અનંતે આકાશ અને ઈશા અંબાણી સાથે મળીને એક સંયુક્ત સંકલ્પ સાથે આગળ વધવાની અને દેશ માટે પ્રતિબદ્ધ રહેવાની મજબૂત ખાતરી આપી હતી.
અનંત અંબાણીની ઇમોશનલ સ્પિચ તેમના જ શબ્દોમાં જામનગરની ઉજ્જડ જમીન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને બતાવ્યું. તેમણે કરી બતાવ્યું કે જ્યારે ભારત બનાવે છે તો દુનિયા જોવે છે. પછી આવ્યું નવું ભારત, યુવા ભારત, એક નવું ભારતનું સપનું. દરેક હાથમાં ઇન્ટરનેટનું સપનું. દરેક ગામમાં દુનિયાના આ સપનાનું નામ હતું જીયો, આ સપનાના બીજને ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ આ બીજને પોતાનું સપનું બનાવ્યું. જીયોને આખા દેશે દુઆ આપી. માતાએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જુગ જુગ જીઓ. અને મિત્રોએ કહ્યું, જીઓ યાર...