કેન્દ્રીય મંત્રીમંડળે ૮મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા.૨૯
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૮મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ૮મા કેન્દ્રીય પગાર પંચની રચના, સંદર્ભ શરતો અને સમયગાળો પ્રધાનમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ર્નિણય છે. કમિશનની ભલામણમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ ૫૦ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને લગભગ ૬૯ લાખ પેન્શનરોને આવરી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ ૮મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી તેમ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું. તેઓએ વધુમાં કહ્યું કે ૫૦ લાખ કેન્દ્રિય મંત્રીઓને આનાથી ફાયદો થશે. કેન્દ્રીય મંત્રીમંડળે ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે જાન્યુઆરીમાં ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. આજે મંત્રીમંડળે તેના સંદર્ભની શરતોને મંજૂરી આપી. આ પંચ ૧૮ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. આનાથી અંદાજે ૫૦ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ થશે.
આ કમિશન આગામી ૧૮ મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સુપરત કરશે, ત્યારબાદ ૨૦૨૭ થી પગાર અને પેન્શન વધારો લાગુ કરી શકે છે. .
કેબિનેટની બેઠક બાદ જાહેર કરાયેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે. પગાર પંચમાં એક અધ્યક્ષ, એક સભ્ય (અંશકાલિક) અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે. પગાર પંચની રચના પછી તેની ભલામણો રજૂ કરવા માટે તેને અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
દ્ગઝ્ર-ત્નઝ્રસ્ (સ્ટાફ સાઇડ) સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે ૧ જાન્યુઆરી,૨૦૨૬ થી અમલી માનવામાં આવશે. આનો અર્થ એ છે કે જાે વિલંબ થાય છે, તો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી કર્મચારીઓમાં બાકી રકમ ઉમેરી શકાય છે.
અગાઉ, જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે વિલંબ થયો હતો, અને બધા કર્મચારીઓ અને પગારદાર કર્મચારીઓને બાકી રકમ ચૂકવવામાં આવતી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતા ફોરમ, દ્ગઝ્ર-ય્ઝ્રસ્ એ જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારને સંદર્ભની શરતો રજૂ કરી હતી.
એ નોંધનીય છે કે વધતા જતા ફુગાવા અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને દર ૧૦ વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય લાભોમાં સુધારો કરે છે.
તે મુજબ, આઠમું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી પ્રભાવિ માનવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં આઠમું પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મેળવવામાં લગભગ ૧૦ મહિના લાગ્યા હતા. આ વિલંબને કારણે સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનોમાં અસંતોષનો અવાજ ઉઠ્યો છે.


