ઇન્ડિગોમાં ફરી વાર ધાંધિયાં : ૬૭ ફલાઇટ્સ રદ, નાતાલના દિવસે અનેક મુસાફરો રઝડી પડયા
(એજન્સી) મુંબઈ તા.૨૬:
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરૂવારે ક્રિસમસના દિવસે કંપનીએ ઘણા એરપોર્ટ પર ૬૭થી વધુ ફલાઇટ્સ રદ કરી હતી. અંદાજિત ખરાબ હવામાન અને સંચાલકીય કારણોસર આ ફલાઇટ્સ રદ કરાઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર રદ કરાયેલી ૬૭માંથી માત્ર ચાર ફલાઇટ્સ સંચાલકીય કારણોસર રદ કરાઈ હતી. બાકીની ફલાઇટ્સ અંદાજિત ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ હતી. અગરતલા, ચંદીગઢ, દેહરાદૂન, વારાણસી, બેંગલુરુ સહિતના એરપોર્ટની ફલાઇટ્સ રદ કરાઈ હતી અને તેનાથી ઘણા મુસાફરો ફસાયા હતાં.


