ઇરાન અમેરિકાને યુરેનિયમ સોંપવા તૈયાર : હું ખૂદ ઇસ્લામાબાદ જઇશ : ટ્રમ્પ
(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં સીઝફાયરની સાથોસાથ કાયમી શાંતિ-સમજુતીની વાટાઘાટોનો તખ્તો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો મોટો દાવો કર્યો છે કે ઇરાન પોતાનું સંવધિર્ત યુરેનિયમ અમેરિકાને સોંપવા તૈયાર થઇ ગયું છે.
ઉપરાંત વધુ પ્રેક્ટીક્લ વલણ અપનાવીને ખરેખર શાંતિ સમજુતી ઇચ્છી રહ્યું છે. તૂર્તમાં વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ થશે અને સમાધાન થઇ જવાના સંજોગોમાં ખૂદ પોતે ઇસ્લામાબાદ જશે.
વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવધિર્ત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે.


