ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં એકસાથે ૧૦ બેલેસ્ટીક મિસાઈલો છોડી : સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી
(એજન્સી) ટોક્યો તા.૨૨ :
વિશ્વમાં પહેલાથી જ ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે વાતાવરણ તંગ છે, ત્યારે કોરિયન દ્વીપકલ્પ પર નવું સંકટ ઘેરાયું છે. ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગ વિસ્તારમાંથી જાપાન સાગર (પૂર્વ સમુદ્ર) તરફ એકસાથે ૧૦થી વધુ ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડીને આખા વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS) મુજબ, મિસાઇલોએ લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ ઘટના બાદ દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક કટોકટી બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનો અનાદર ગણાવ્યો છે.


