ઉત્તર પ્રદેશની તમામ શાળા, કોલેજાેમાં વંદે માતરમ ગાયન ફરજિયાત બનાવતો સીએમ યોગી આદિત્યનાથનો આદેશ
લખનૌ, તા.૧ર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર કર્યું હતું કે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજાેમાં વંદે માતરમનું ગાયન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ગોરખપુરમાં એકતા યાત્રા અને વંદે માતરમના સામૂહિક ગાનના કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપ્રેમ તથા આદર અને અહોભાવની લાગણીનું સિંચન કરવાના હેતુથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે ઉપસ્થિત જનસમૂહ સમક્ષ બોલતા જણાયું હતું કે રાષ્ટ્રગીત વંદે માતરમ પ્રતિ આપણને સન્માન હોવું જાેઈએ અને અમે ઉત્તર પ્રદેશની દરેક શાળા અને શિક્ષણ સંસ્થાઓમાં વંદે માતરમનું ગાયન ફરજિયાત કરવા જઈ રહ્યા છીએ. મુખ્યમંત્રી યોગીએ રાષ્ટ્રગીતનો વિરોધ કરી રહેલા લોકોની ટીકા કરતી વખતે મોહમ્મદ અલી ઝીણા અને મોહમ્મદ અલી જાેહરના નામોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારનો વિરોધ કરવાની ઘટનાઓ દેશની એકતાને નબળી પાડે છે. યોગીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના એક સાંસદે વંદે માતરમ ગીતનો વિરોધ કર્યો છે અને આ એ લોકો જ છે જે લોકો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના કાર્યક્રમમાં હાજર રહેતા નથી અને ઝીણાનું સન્માન કરતા કાર્યક્રમોમાં બેશરમીથી હાજરી આપે છે. ભારતમાં હવે વધુ કોઈ ઝીણા પેદા ન થાય એ સુનિશ્ચિત કરવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જાે કોઈ પણ વ્યક્તિ દેશની એકતાને પડકાર કરશે તો આપણે આવા વિભાજક પરિબળોને ઊગતા જ ડામી દેવાના રહેશે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ૧૮૯૬થી ૧૯૨૨ સુધી કોંગ્રેસના દરેક સત્રમાં વંદે માતરમ ગીતનું ગાયન કરવામાં આવતું હતું પણ ૧૯૨૩માં મોહમ્મદ અલી જાેહર કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે આ ગીત શરૂ થયું એટલે તરત જ તેઓ સભા સ્થળ છોડીને ચાલ્યા ગયાહતા અને તેમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. ભાઈઓ અને બહેનો વંદે માતરમનો વિરોધ પણ ભારતના ભાગલાની કમનસીબ ઘટનાના કારણો પૈકીનો એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ ગીતના ૧૫૦ વર્ષ પૂરા થયા તેના રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમો શરૂ કર્યા પછીના દિવસોમાં યુપી સરકારે આ ર્નિણય લીધો છે. આ ગીતને આઝાદી સંગ્રામ તથા દેશના ગૌરવ અને એકતાના પ્રતીક સમાન માનવામાં આવે છે જેની રચના સાતમી નવેમ્બર ૧૮૭૫ના રોજ વિખ્યાત બંગાળી કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.


