ઉનાના નાઠેજ નજીકથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધી દ્વારા)
ઉના તા.૩૧
ગીર સોમનાથ જિલ્લા ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ના પોલીસ ઇન્સ્પેકટર એસ. વી. રાજપૂત અને પી એસ. આઈ. એચ એલ. જેબલિયા, એ. સી. સિંધવ પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદ ભાઈ જાની, પ્રવીણ ભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટ વિજય ભાઈ રામ અને સ્ટાફ ઊના વિસ્તાર મા પેટ્રોલિંગ માં હતા ત્યારે ઊના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર નાઠેજ ગામ ના પાટિયા પાસે આવતી સફેદ રંગ ની મારૂતિ કાર નંબર ય્ત્ન ૧૨ ઝ્રય્ ૩૧૨૭ રોકાવી ચાલક ચિરાગ ધીરુભાઈ મકવાણા અને અક્ષય ભીખાભાઇ બાંભણિયા રે. બન્ને અંજાર તા. ઊના ની તપાસ કરતા મોટર માં છુપાવેલા પર પ્રાંત ની ઈંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો નંગ ૧૩૦ રૂપિયા ૮૧૯૦૦/ અને એક લાખ રૂપિયા ની મોટર કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨,૦૧૯૦૦/ ના મુદામાલ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન પર લાવી ગુનો દાખલ કર્યો હતો. આ દારૂ કોની પાસે થી લઈ કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.


