કચ્છમાં ખાવડા નજીક ટ્રક-બોલેરો વચ્ચે ભીષણ ટક્કરમાં ૭ શ્રમીકોના કરૂણ મોત

કચ્છમાં ખાવડા નજીક ટ્રક-બોલેરો વચ્ચે ભીષણ ટક્કરમાં ૭ શ્રમીકોના કરૂણ મોત

કચ્છ તા.૦૯
કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાતાં ૭ શ્રમિકોનાં મોત થયાં છે. કામદારોને લઈ જતી બોલેરો ગાડીને હેવી ટ્રકે જાેરદાર ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સમયે બોલેરોમાં ૧૫થી વધુ શ્રમિકો સવાર હોવાનો પ્રાથમિક અંદાજ છે. દુર્ઘટનામાં અન્ય શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર વહેલી સવારે શ્રમિકોને લઈ જતી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન હેવી ટ્રકે બોલેરોને જાેરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે ઘટનામાં સાત શ્રમિકોનાં મોત થયાં હોવાની માહિતી મળી છે. જાેકે, અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને અન્ય વિગતો અંગે તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે. આ દુર્ઘટનામાં ૭ શ્રમિકોનાં મોત ઉપરાંત અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.