ક્રુડ ઓઈલનો ભાવ 91 ડોલરને પાર : પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે

ક્રુડ ઓઈલનો ભાવ 91 ડોલરને પાર : પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે

(એજન્સી)       નવી દિલ્હી તા.22
ભારતના કાચા તેલનું આયાત બિલ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં 61 ટકા વધીને 49.8 અબજ ડોલર પર પહોંચી ગયું છે, જ્યારે આયાતનો જથ્થો 4 ટકા ઓછો રહ્યો છે. તેનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઊંચી કિમતો રહી છે. ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ભારતે ગત વર્ષની સરખામણીએ ઓછું કાચું તેલ ખરીદ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની ઊંચી કિમતોને કારણે આયાત પરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે.