કોલંબિયામાં ૭.૪ની તિવ્રતાનો ભૂકંપ : ૧૩રના મોત, હજારો ઘાયલ
કોલંબિયા તા.૧૧
દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારે રાત્રે આવેલા ૭.૪ તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં ૧૩૨ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ૫૭૦ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશભરમાં ૮૬ ઇમારતો ધરાશાયી થઈ, જ્યારે ૧,૫૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું છે. ૧૮ આરોગ્ય કેન્દ્રો અને ૫૨ શાળાઓને પણ નુકસાન થયું છે.
આ ઉપરાંત ૭ એરપોર્ટ પર કામ રોકી દેવામાં આવ્યું છે. પાંચ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ ઇમરજન્સી કમિટીની બેઠક બોલાવીને રાહત અને બચાવ અભિયાનની દેખરેખ શરૂ કરી દીધી છે.


