ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં ખાડામાં ખાબકેલા બળદનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં ખાડામાં ખાબકેલા બળદનું રેસ્ક્યુ કરાયું

(પ્રતિનિધિ દ્વારા) જામ ખંભાળિયા તા.૧૦
ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં એક નંદી મહારાજ અચાનક ખાડામાં ખાબકી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અહીં ટ્રસ્ટના સેવાભાવી સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવીને આ બળદને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમ્યાન એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા જીવદયાની ભાવના સાથે કરવામાં આવેલી કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. સંસ્થા દ્વારા અબોલ પશુ-પક્ષીઓ મુશ્કેલીમાં હોય ત્યારે તાત્કાલિક મદદ માટે સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.