માંગરોળમાં એક વધુ દેહદાનનો સંકલ્પ

માંગરોળમાં એક વધુ દેહદાનનો સંકલ્પ

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.11
નિતાબેન પ્રેમજીભાઈ પીઠવાએ તા.10-5-26ના દિવસે માંગરોળ મુકામે  વિરંચીભાઈ શુક્લ કે જેવો માંગરોળ તાલુકાના પેન્શનરના પ્રમુખ છે, એમની પ્રેરણાથી બહેન નિતાબેનએ દેહદાનનું સંકલ્પ પત્ર શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવારના ડો.રાકેશબાપુ યોગનંદીને સુપ્રત કર્યું છે. માંગરોળમાં અથવા આ વિસ્તારમાં દેહદાન અથવા ચક્ષુદાન કે એમના સંકલ્પની વાત આવે એટલે એવું થાય કે આ સહજ છે લગભગ આપણા વિસ્તારમાં આ સમાચાર રોજ હોય જ છે એક સહજ આવો વિચાર આવે. આ કોઈ સહજ વાત નથી. જ્યારે દેહદાન, અંગ દાન કે ચક્ષુદાનની વાત આવે એટલે રિવાજ અને રૂઢીઓથી ઉપર ઉઠવાનું હોય છે અને આવા સમયે દાતાના પરિવારને ખરૂ ખુટુ સાંભળવાનો વારો આવતો હોય એવું ક્યારેક બને તો ક્યારેક આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા માટે પણ સમાજ તરફથી સહન કરવું પડે, સમાજ એટલે આમ જનતાનું કોઈ એક સમાજની વાત નથી. આવા સમયે આવા નીર્ણય લેવા એ મોટી બાબત હોય છે. નિતાબેન પીઠવાએ એવો ર્નિણય લીધો છે કે આ નસ્વર દેહ અને આત્માના સંબંધ પુરા થાય પછી આ દેહ પોરબંદર મેડિકલ કોલેજમાં અર્પણ કરવા માટે સંકલ્પ કર્યો છે, બેન આપના આ સદ્ વિચારને લાખ લાખ વંદન છે. ભગવાન ભોળાનાથના ચરણોમાં આપના સ્વસ્થ તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાથના છે. આપના આ પ્રેરણા દાયક વિચારોને ફરીથી બિરદાવીએ છે.